બાળકોને દુરુપયોગથી બચાવવા

18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની જાતીય રીતે અયોગ્ય છબીઓ ઇરાદાપૂર્વક જોવી અથવા રાખવી ગેરકાનૂની છે.

ઑનલાઇન જાણ કરો

જો તમને ઑનલાઇન બાળકોના જાતીય શોષણની છબીઓ કે સામગ્રી જોવા મળે, તો તમે તેના વિશે નેશનલ સેન્ટર ફૉર મિસિંગ ઍન્ડ એક્સ્પ્લૉઇટેડ ચિલ્ડ્રનને જાણ કરી શકો છો.

તમારો રિપોર્ટ વેબ પરથી બાળકોના જાતીય શોષણ સબંધિત કન્ટેન્ટને કાઢી નાખવા તરફ દોરી જશે અને તે પીડિત બાળકને વધુ દુરુપયોગથી બચાવવામાં પણ સહાય કરી શકે છે.

વધારાના સંસાધનો

જો તમને એવું લાગે કે કોઈ બાળક પર દુરુપયોગનું તત્કાળ જોખમ છે તો પોલીસને જણાવો

જો તમને એવું લાગે કે કોઈ બાળક પર દુરુપયોગનું તત્કાળ જોખમ છે, તો 911 પર કૉલ કરો.

બાળકો સાથે થતા જાતીય શોષણનો શિકાર બનેલા લોકોને સપોર્ટ કરવા માટે હેલ્પલાઇન

જો તમે અથવા તમારા પરિચયમાં હોય એવી કોઈ વ્યક્તિ બાળકો સાથે થતા જાતીય શોષણનો શિકાર બન્યા હો અને તમને સપોર્ટની જરૂર હોય, તો તમે NCMEC વેબસાઇટ પર જઈને સંસાધનો શોધી શકો છો અથવા સલાહ મેળવવા માટે 1-800-843-5678 પર તેમની હેલ્પલાઇનનો સંપર્ક કરી શકો છો.

જો તમે તમારા પોતાના વર્તન વિશે ચિંતિત હો તો સહાય મેળવો

જાતીય રીતે અયોગ્ય હોય એવી બાળકોની છબીઓની વિનંતી કરવાના ગંભીર પરિણામો આવી શકે છે. જો તમે બાળકોની જાતીય છબીઓને તમારા દ્વારા ઑનલાઇન જોવા બાબત ચિંતિત હો અથવા તમે તેને જોઈ ન હોય પરંતુ તમને તે જોવાની ઇચ્છા થતી હોય, તો તમે સહાય જોઈએ છે પર જઈને અનામી, ગોપનીય અને અસરકારક સહાયતા પ્રાપ્ત કરી શકો છો.

બાળકોની સુરક્ષા કરતી સંસ્થાઓ સાથે મળીને કામ કરવાની Googleની રીત

Google બાળકોની છબીઓ શેર થવાને કારણે તેમને થનારા વધુ નુકસાનને રોકવામાં સહાય કરવા માટે, બાળકોની સુરક્ષા કરતી સંસ્થાઓ સાથે મળીને ગેરકાનૂની છબીઓ શોધવા, તેમને કાઢી નાખવા અને સંબંધિત અધિકારીઓને તેની જાણ કરવા માટે કેવી રીતે કામ કરે છે તેના વિશે વધુ જાણો.